Blood Sugar: શુગર કંટ્રોલમાં નહીં હોય તો થશે આ ગંભીર બીમારીઓ, જાણો ઉપાય

Blood Sugar: બ્લડ શુગર કંટ્રોલમાં હોવું અતિઆવશ્યક છે. જો તમારું બ્લડ શુગર કંટ્રોલમાં નહીં હોય તો તમને આગળ જતાં અનેક પ્રકારની શારીરિક તકલીફો થઈ શકે છે.

Blood Sugar: શુગર કંટ્રોલમાં નહીં હોય તો થશે આ ગંભીર બીમારીઓ, જાણો ઉપાય

નવી દિલ્લીઃ બદલાતા સમયની સાથે જીવનશૈલી પણ બદલાઈ ગઈ છે. બલ્ડ શુગરમાં વધ ઘટ એ પણ અનિયમિત ખાન-પાન અને લાઈફ સ્ટાઈલને જ આભારી છે. આ સ્થિતિમાં દરેક વ્યક્તિએ શુગર કંટ્રોલમાં રાખવું આવશ્યક છે. હાલ સતત ભાગતી-દોડતી જિંદગી બની ગઈ છે. કોઈને કામનો સ્ટ્રેસ છે તો કોઈને કામ નથી મળતુ એનો સ્ટ્રેસ છે. કોઈને પ્રેમનો સ્ટ્રેસ છે તો કોઈને પ્રેમમાં નિષ્ફળતા મળી છે એના કારણે સતત દુઃખ અનુભવી રહ્યો છે. આ સ્થિતિ તમારા શરીર પર ગંભીર અસર કરે છે. જેને કારણે હાઈબીપી, લો બીપી અને બ્લડ શુગર અને ડાયાબિટીસ જેવી તકલીફો પણ નાની ઉંમરમાં જોવા મળે છે. એટલું જ નહીં નાની ઉંમરમાં હાર્ટ અટેકની ઘટનાઓ બનવા પાછળ પણ આજ કારણ જવાબદાર છે. 

મેડિકલ ટમ્સની વાત કરીએ તો આદ કારણોના લીધે હાલ દર ત્રીજા કે ચોથા વ્યક્તિને ડાયાબિટીસની સમસ્યા હોય છે. ડાયાબિટીસને લીધે શરીરમાં ઇન્સ્યુલિન પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન થતું નથી અથવા તો ઇન્સ્યુલિનનો ઉપયોગ જે રીતે થવો જોઈએ તે રીતે થતો નથી. જ્યારે આવું થાય ત્યારે શરીરમાં બ્લડ શુગરનું સ્તર વધવા લાગે છે. જેને ડાયાબિટીસ કહે છે. ડાયાબિટીસમાં સામાન્ય સમસ્યા જેવી કે, વારંવાર પેશાવ થવો, વધુ તરસ લાગવી અથવા પરસેવો આવવો જેવી સમસ્યા થાય છે. આ સાતે જ ડાયાબિટીસને કન્ટ્રોલ ના થાય તો બ્લડ શુગરનું લેવલ વધી જાય તો ગંભીર રોગનું કારણ પણ થઈ શકે છે. 

ડાયાબિટીસ હૃદય, કિડની અને લિવર સહિત ઘણાં અંગોને પ્રભાવિત કરે છે. જેને લીધે ગંભીર બીમારીઓ ઉત્પન્ન થાય છે. ત્યારે અમે તમને ડાયાબિટીસથી કેવા કેવા નુકસાન થઈ શકે? અથવા બ્લડ શુગરને લીધે કેવી સમસ્યા થઈ શકે? અને ડાયાબિટીસ કન્ટ્રોલ ના થવાથી શરીર પર કેવો પ્રભાવ પડે તે અંગે જણાવીએ.

કિડનીની બીમારી-
ડાયાબિટીસ કિડનીને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છએ. ડાયાબિટીસમાં કિડની ફેલિયરનું કારણ બની શકે છે. જ્યારે ડાયાબિટીસને લીધે કોઈ વ્યક્તિને કિડનીની બિમારી પણ થાય છે. તેને પગમાં સોજો હોય તેવા લક્ષણનો અનુભવ થાય છે. એટલા માટે કિડનીને સ્વાસ્થ્ય રાખવા માટે બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી હોય છે.

હાર્ટ અટેકનો ખતરો-
ડાયાબિટીસને લીધે હૃદય અને લોહીના રોગ થવા સામાન્ય છે. ખાસ તો તમારું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહેતું નથી તો સ્ટ્રોક, નર્વ ડેમેજ, રક્તવાહિની ડેમેજનું જોખમ વધી શકે છે. જો પહેલાંથી જ હૃદય રોગ છે અને બ્લડ શુગર લેવલ પણ અનિયંત્રિત છે તો સ્થિતિ ગંભીર રૂપ લઈ શકે છે.

આંખની તકલીફ-
ડાયાબિટીસ માત્ર હૃદયને પ્રભાવિત કરે છે એવું નથી, પણ તે આંખો સાથે જોડાયેલી સમસ્યાનું પણ કારણ બની શકે છે. જો કોઈ વ્યક્તિનું લાંબા સમય સુધી બ્લડ શુગર લેવલ હાઇ રહે તો, તેને આંખોની સમસ્યા થઈ શકે છે. એટલું જ નહીં ડાયાબિટીસને લીધે આંખોની દૃષ્ટી પણ જતી રહે છે. ડાયાબિટીસને લીધે આંખોના રોગ, મોતિયો અન રેટિનોપેથી જેવી સમસ્યા થાય છે.

પેઢાની બીમારી-
હાઇ બ્લડ શુગર લેવલ વધુ હોય તો બીમારીઓનું જોખમ વધી શકે છે. પણ જ્યારે બ્લ્ડ શુગર કંટ્રોલમાં રહે તો આ સમસ્યામાંથી રાહત મળી શકે છે. જ્યારે ડાયાબિટીસને લીધે તમને પેઢામાં મુશ્કેલી થઈ શકે છે. આ સ્થિતિમાં તમારા પેઢા લાલ થઈ શકે છે અને સોજો વધી શકે છે. એટલું જ નહીં પેઢામાંથી લોહી પણ નીકળે છે.

નસોને પહોંચે છે નુકસાન-
ડાયાબિટીસ શરીરની નસોને પણ ડેમેજ કરી શકે છે. એટલે કે, ડાયાબિટીસને લીધે બ્લડ શુગર લેવલ હાઇ થઈ જાય છે, તો નસોને નુકસાન પહોંચી શકે છે. ડાયાબિટીસથી પીડિત લગભગ 70 ટકા લોકોને નર્વ ડેમેજનો સામનો કરવો પડી શકે છે. આ સ્થિતિમાં પગમાં દુખાવો થયો અને ખાલી ચડવી જેવી સમસ્યા થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news